ગોરિયારી ગામે પૂર્વ ધારાસભ્યના પુત્રના હસ્તે પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત

 

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના ગોરિયારી ગામે પૂર્વ ધારાસભ્યના પુત્રના હસ્તે પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દ્વારકા તાલુકાના ગોરિયારી ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ ખાતાની ગ્રાન્ટમાંથી સામાજીક ન્યાય સમિતિના ચેરમેન જે. કે. હાથીયાની હાજરીમાં પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના પુત્ર સંદીપભાઈ માણેકના વરદ હસ્તે રાખવામાં આવેલ હતું. તેમાં વડીલ ખેરાજભા કેર, ગામના વડીલો, ગ્રામ પંચાયતના સરપંચ વેજાભાઈ હાથિયા તેમજ સમાજના વડીલો મોહનભાઈ, ઓખા નગરપાલીકાના સદસ્ય જેઠાભાઈ હાથિયા અને હાથિયા પંચભાઈઓ હાજર રહ્યા હતા.