ઓખામાં નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે સદગતના સ્મરણાર્થે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ઓખા ખાતે સ્વ. રમણીકલાલ એમ. દવેના સ્મરણાર્થે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું દવે પરીવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી દવા આપવામાં આવી હતી.

આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં જગદીશભાઈ શાસ્ત્રી, ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહિલ, દક્ષાબેન થોભાણી, સીમાબેન માણેક, સાવિત્રીબેન, સોનલબેન, વિમલભાઈ, રમેશભાઈ જોશી, નીરુભાઈ જોશી, ભરતભાઈ બુજડ, બિપીનભાઈ મહેતા, કેતનભાઈ હેરમાં, દિલીપભાઈ ગોપાત, લાલાભાઇ, આશિષભાઇ, ચંદનભાઈ, મનુભાઈ ધોકાઈ, મીનાબેન ધોકાઈ, રમેશભાઈ ડાભી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક દવાનો લાભ 200 જેટલાં દર્દીઓએ લીધેલ હતો. રાજકોટના ડોક્ટર કાર્તિક અઢિયા એ આ કેમ્પમાં સેવા આપી હતી.

ઉલ્લેખનીય છે કે રમણીકભાઇ દવે રેલ્વે રિટાયર્ડ ઓફિસર તેમજ રેલ્વે પેંશનર્સ એસોસિએઅનના પ્રમુખ હતા અને પેંશનરોની અવિરત સેવા કરતા હતા.