દ્વારકાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બે શખ્સોના નામ ખુલ્યા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા જીતુભા ટપુભા સુમણીયા નામના 27 વર્ષના હિન્દુ વાઘેર શખ્સે ધીણકી ગામના ડુંગરભા અરજણભા માણેક નામના શખ્સની સાથે મળીને વેંચાણ અર્થે મંગાવેલો રૂપિયા 25,500 ની કિંમતની 51 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.

દરોડામાં આરોપી જીતુભા ટપુભા પોલીસને હાથ લાગ્યો હતો. પરંતુ ડુંગરભા માણેક મળી આવ્યો ન હતો. દારૂનો આ જથ્થો તેઓએ જામજોધપુર તાલુકાના રાજુ મૂરૂ કોડીયાતર નામના શખ્સ પાસેથી ખરીદ કર્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે જીતુભાની અટકાયત કરી, ડુંગરભા માણેક અને રાજુ કોડીયાતરની શોધખોળ હાથ ધરી છે.