ખંભાળિયામાં દત્તાણી પરિવાર દ્વારા ગુરુવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

વિવિધ ધર્મમય કાર્યક્રમો યોજાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા વેપારી ઠા. હરિદાસ વીરજી દત્તાણી પરિવાર દ્વારા આગામી ગુરુવાર તા. 21 થી તા. 28 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહમાં ખંભાળિયાના જાણીતા ભાગવતાચાર્ય બળવંતરાય શાસ્ત્રીજી બીરાજીને કથામૃતનું રસપાન કરાવશે.

આ પ્રસંગે ગુરુવારે બપોરે પોથીયાત્રા, શુક્રવારે કપિલ જન્મ, રવિવારે નૃસિંહ પ્રાગટ્ય, મંગળવારે શ્રી રામ જન્મ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ) સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

આ પ્રસંગે સવારે 9:30 થી 12:30 તથા સાંજે 3:30 થી 6:30 સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને ગં.સ્વ. ગંગાબેન હરિદાસ દત્તાણી પરિવારના ધરમશીભાઈ (તરુણભાઈ), વૃજલાલભાઈ, દિપકભાઈ તથા બિતેશભાઈ દત્તાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.