ખંભાળિયાના સલાયામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલાઓને સન્માનિત કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સલાયા ભાજપ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં બાળકો સાથે અન્ન્પ્રાશન અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે શ્રેષ્ઠ કામગીરી બદલ આંગણવાડી વર્કર બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સલાયા શહેર ભાજપના ઉપક્રમે આજરોજ આ વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં બાળકો સાથે અન્ન્પ્રાશન અને બાળ દિવસની ઉજવણી સાથે આ અંગેની નોંધપાત્ર કામગીરી કરવા સબબ જુદી જુદી આંગણવાડીના વર્કર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સરલાબેન, પ્રિતિબેન, દિપાલીબેન તેમજ આશાવર્કર રશ્મિતાબેન, બાનુબેન, વિદ્યાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્નપ્રાશન્માં નીરુબેન, અમૃતબેન વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સલાયા ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ, શહેર મહામંત્રી લાલજીભાઈ ભૂવા, નગર પાલિકા સદસ્ય નિર્મળાબેન ભટ્ટ, લિજ્જત પાપડના ધીરજબેન પીઠડીયા, રેખાબેન મકવાણા, રેખાબેન વલાણી, મધુબેન મોદી વિગેરે જોડાયા હતા.