(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા હિરેન ગોપાલભાઈ માવાણી નામના 27 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે રાત્રિના સમયે કુરંગા ગામના પાટીયા પાસેથી મોટરકારમાં બાર બોટલ વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળતા ઝડપી લીધો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા છ હજારની કિંમતની બાર બોટલ વિદેશી શરાબ, રૂ. 80 હજારની કિંમતની જી.જે. 10 એ.સી. 5182 નંબરની મોટરકાર તથા રૂપિયા 30 હજારની કિંમતના આઈ ફોન મળી કુલ રૂપિયા 1.16 લાખના મુદ્દામાલ સાથે હિરેન માવાણીની અટકાયત કરી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.