ખંભાળિયામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે રાત્રિના અઢી વાગ્યાના સમયે એલ.આઈ.સી. ઓફિસ પાસે રહેતા મુસ્તફા ઉર્ફે જીણકો અલીભાઈ ઉર્ફે જમાદાર બ્લોચ નામના 22 વર્ષના શખ્સને બંધ દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.