ખંભાળિયામાં સફાઈ અભિયાન હાથ ધરાયું તથા સફાઇ કામદારોને સન્માનિત કરાયા

 

શહેર ભાજપ કાર્યકરોની પ્રેરણાદાયી પ્રવૃતિ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં અહીંના યુવા કાર્યકરો દ્વારા તાજેતરમાં સફાઇ ઝુંબેશ સાથે સફાઈ કામદારોના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ સૂચના મુજબ સેવા સપ્તાહના ભાગરૂપે ખંભાળિયા શહેર ભાજપ દ્વારા અહીંના વોર્ડ નં. 4 ના લુહારશાળ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત આ વિસ્તારની સ્થિતિ અંગે સફાઈ પહેલાના અને સફાઈ બાદના ફોટો લેવામાં આવ્યા હતા. આ સાથે સ્વચ્છતા અભિયાન પછી સફાઈ કામદારોને ફુલહાર કરી, મીઠા મોઢા કરાવીને દરેક સફાઈ કામદારને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, નગરપાલિકાના સદસ્યા રેખાબેન ખેતીયા, અઝુભાઈ ગાગિયા, અશોકભાઈ કાનાણી, કારુભાઈ માવદીયા, હરેશભાઈ ભટ્ટ, ઇમ્તિયાઝખાન લોદિન, ભવ્ય ગોકાણી, નિકુંજ વ્યાસ, યુનુસ ચાકી, રાણાભાઈ ગઢવી, હસમુખભાઈ દેસાણી, રાહુલ બેરડીયા, અલ્લારખાભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.