કલ્યાણપુરમાં બ્લોક હેલ્થ મેળો યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલ્યાણપુર તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાણ મુકામે આરોગ્ય ચેરમેન નથુભાઈ ચાવડાનાં અધ્યક્ષસ્થાને રાખેલ હતું. આ તકે વિવિધ રોગોનાં નિષ્ણાતો દ્વારા આરોગ્યની સેવા પુરી પાડવામાં આવેલ હતી. તેમજ બહોળી સંખ્યામાં લોકોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, કારોબારી ચેરમેન જગાભાઈ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુતરીયા, તાલુકા પંચાયત પ્રમુખ નગાભાઈ, RCHO ડૉ. ચિરાગ, કલ્યાણપુર બ્લોક હેલ્થ ઓફીસર ડૉ. તિવારી હાજર રહ્યા હતા.