ભાણવડ તાલુકાના વેરાડ ગામે આરોગ્‍ય મેળો યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે આરોગ્‍ય મેળો યોજવામાં આવ્યો હતો.

ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આયુષમાન ભારત યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૧૦૦ જેટલા લોકોએ જુદી-જુદી આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધેલ હતો. આ કેમ્પમાં જનરલ રોગ નિદાન, સગર્ભા તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ લોહીના ટકાની તપાસ, આયુર્વેદિક દવા, મેલેરિયા, ટી.બી., આઇ.સી.ડી.એસ., ફૂડ એન્ડ ડ્રગ, ચામડી, દાત, માનસિક રોગ વગેરે માટે સ્ટોલ રાખવામાં આવેલ હતો. આ તબક્કે કુલ ૫૧ લોકોએ રક્તદાન કરી ‘રક્તદાન એ મહાદાન’ એ ઉક્તિને સાર્થક કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, કલેકટર એમ. એ. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ડી. વે. જાડેજા, પૂર્વ મંત્રી મુળુંભાઈ બેરા, આરોગ્ય ચેરમેન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુતરિયા, તાલુકા અગ્રણીઓ, વેરાડ પંચાયત સરપંચ તેમજ સભ્યો, આરોગ્ય કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.