મહાપ્રભુજીના 545મા પ્રાગટ્ય દિનની ખંભાળિયામાં થશે ભવ્ય ઉજવણી

આગામી મંગળવારે વૈષ્ણવો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : વૈષ્ણવ સમાજના સ્થાપક વલ્લભાચાર્ય પ્રભુચરણના 545માં પ્રાગટ્ય દિનની ખંભાળિયામાં ઊમંગ ઊત્સાહભેર ઊજવણી કરવામાં આવશે.

આગામી મંગળવારે અગિયારસના રોજ મહાપ્રભુજીના 545 મા પ્રાકટ્ય દિન નિમિત્તે ખંભાળિયાના વૈષ્ણવ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયાના વૈષ્ણવ સમાજ દ્વારા આ શોભાયાત્રા અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવા કુંજ હવેલીથી ધામધુમપૂર્વક નીકળશે. જે મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે.

આ શોભાયાત્રામાં વૈષ્ણવ ભાઈ-બહેનો કેસરી વસ્ત્રો ધારણ કરી, કીર્તન મંડળીની રમઝટ સાથે વિવિધ માર્ગો પર ફરશે. જેમાં સેવાકુંજ હવેલીના ગોસ્વામી માધવી વહુજી બિરાજશે. આ ઉપરાંત આ શોભાયાત્રામાં બજાણાની સુવિખ્યાત કીર્તન મંડળી ઘોર-કીર્તનથી વૈષ્ણવોને રસ તરબોળ કરશે.

આ શોભાયાત્રા સહિતના ધર્મમય આયોજનોમાં જોડાવા માટે મુખ્ય આયોજક અને મનોરથી વિનુભાઈ બરછા (ઘી વારા) દ્વારા સર્વે વૈષ્ણવો તથા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.