ખંભાળિયા પંથકમાં SHE TEAM ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને જરૂરી માહિતી અપાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર હેઠળના નેજા હેઠળ કાર્યરત “SHE TEAM” દ્વારા સમયાંતરે જુદા-જુદા વિસ્તારોમાં બહેનો- મહિલાઓ માટે માહિતી તથા સુરક્ષા પ્રદાન કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામ નજીકના ભરાણા ખાતે સ્થિત કન્યા છાત્રાલયની બાળાઓને “SHE TEAM” બાબત માહિતગાર કરવામાં આવી હતી. અહીં ઉપસ્થિત સ્ટાફ દ્વારા હેલ્પલાઇન નંબર 112, 181 અને પોલીસ હેલ્પલાઈન નંબર 100 વિશે બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, મહિલા સુરક્ષા કે આ અંગેની કોઈપણ ફરિયાદ કે મુશ્કેલી હોય તો તેમનો સંપર્ક સાધવા પણ જણાવાયું હતું. આ માહિતી કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં છાત્રાઓએ લીધો હતો.