પ્રેમભિક્ષુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે દ્વારકાના સંકીર્તન મંદિરમાં ‘જય શ્રીરામ’નો નાદ ગુંજ્યો

મહાઆરતી, પુષ્પાંજલિ, પ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ભારત સહિત વિશ્વભરમાં ‘શ્રીરામ જય જય, જય જય રામ’નો મહામંત્ર ગૂજતો કરનાર સંત પ્રેમભિક્ષુ મહારાજની 52મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી આજે અનેક સંકીર્તન મંદિરોમાં કરવામાં આવી હતી. ત્યારે દ્વારકામાં અખંડ હરિનામ સંકીર્તન મંદિર ખાતે પણ વિશેષ ઉજવણી કરવામાં આવી છે.

આજે સંત પ્રેમભિક્ષુ મહારાજ દ્વારા સ્થાપિત સંકીર્તન મંદિર દ્વારકામાં બિહારી સંત પ્રેમભિક્ષુ મહારાજની 52મી પુણ્યતિથિની કરાઈ હતી. છેલ્લા 54 વર્ષથી સંકીર્તન મંદિરમાં ‘શ્રીરામ, જય રામ, જય જય રામ’ રામનામની ધૂન સતત ચાલતી જ રહે છે. આજે 55માં વર્ષે તે સંકીર્તન મંદિરમાં પ્રેમભિક્ષુ મહારાજની અને શ્રીરામની બપોરે 12 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. સવારે અભિષેક અને પૂજન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પ્રેમભિક્ષુ મહારાજને પુષ્પાંજલિ સહિતના આયોજનો દ્વારકા સંકીર્તન મંદિર તેમજ રામભક્તો દ્વારા કરવામાં આવ્યા હતા. રામભક્તો એકસાથે લોહાણા મહાજન વાડી ખાતે પ્રભુપ્રસાદ લીધો હતો.