તા. 25 અને 26 દરમિયાન રાજ્યના દરિયામાં હાથ ધરાશે સાગર કવચ અભિયાન

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારો અને બોટમાલિકોને સૂચનાઓ આપતો પરિપત્ર જાહેર

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ઈન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા તા. 25 અને 26 દરમિયાન ગુજરાતના દરિયામાં સાગર કવચ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેના સંદર્ભમાં મત્સ્ય ઉદ્યોગ – ઓખા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમારો, બોટમાલિકો, ફીશરમેન એસોશીએશન મત્સ્યોદ્યોગ મંડળીઓના હોદેદારો, આગેવાનો, નાત પટેલોને જાણ કરવા સૂચનાઓનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે સૂચનાઓની તમામ માછીમારી અને બોટમાલિકોએ કરજીયાતપણે અમલવારી કરવાની રહેશે.

1. ભારતીય તટરક્ષક દળ દ્વારા તા. 25 અને તા. 26 દરમીયાન આ અભિયાન ગુજરાતના દરિયામાં હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાન દરમીયાન અત્રેની કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

2. તમામ માછીમારી બોટોએ ઓનલાઈન ટોકન સોફ્ટવેર / એપ્લીકેશન દ્વારા ઓનલાઈન ટોકન લીધા બાદ જ દિરયામાં માછીમારી કરવા જવાનું રહેશે.

3. કોઈપણ માછીમારી બોટને મત્સ્યોદ્યોગ કાયદા અને અધિનિયમમાં નિયત કરાયેલ કલરકોડ કરાવ્યા વગર દરીયામાં માછીમારી કરવા જવા દેવામાં નહી. તેમજ દરેક બોટના રજીસ્ટ્રેશન નંબર, નામ તથા રાષ્ટ્રધ્વજ દુરથી સારી રીતે જોઈ શકાય તેવી રીતે પેઈન્ટ કરેલ હોવા જોઈશે.

4. માછીમારી કરવા જતી વખતે હંમેશા બોટના ઓરીજીનલ દસ્તાવેજો જેવા કે બોટના વી.આર.સી. પ્રમાણપત્ર, ફીશીંગ લાયસન્સ, ખલાસીઓના QR
CODE વાળા આધાર કાર્ડ સાથે રાખવા. ડુપ્લીકેટ, ઝેરોક્ષ કોપી, ખરી નકલવાળા કોઈ આઈ.ડી. કાર્ડવાળા કોઈપણ ખલાસીને માછીમારી માટે પરવાનગી
આપવામાં આવશે નહી.

5. બોટમાં પુરતા જીવનરક્ષક સાધનો લાઈફ જેકેટ, બૌયા, રેડીયો, DAT, GPS અચૂક સાથે રાખવાના રહેશે. તથા કયારેય પણ જાણી જોઈને જી.પી.એસ. બંધ કરવા નહી.

6. બોટને અપાયેલ ઓનલાઈન ટોકનમાં નોંધાયેલ બોટના ખલાસીઓમાં કોઈપણ જાતનો ફેરફાર કે અદલાબદલી કરવી, કોઈપણ સંજોગોમાં સગીર વયના બાળકોને ખલાસી તરીકે લઈ જવા નહી.

7. આ અભિયાન દરમીયાન માછીમારોની બોટો, જાળ તથા માછીમારોને હાનિ ના પહોંચે તે માટે નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસની શીપને બાધારૂપ ના થાય તે રીતે માછીમારી કરવી.

8. પોતાની માછીમારી બોટ કોઈને પણ ભાડે આપવી નહી, માછીમારી સિવાય અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં.

9. કોઈપણ અજાણ્યા વિકેતને બોટમાં બેસાડવો નહી / રસ્તો બતાવવો નહી / કોઈપણ વસ્તુની આપ-લે કરવી નહી તેમજ આવી વ્યક્તિઓ કે ફીશીંગ બોટોને માર્ગદર્શન આપી દરીયા કિનારે લાવવામાં મદદ કરવી નહી

10. હંમેશા ‘નો ફીશીંગ ઝૉન’થી દુર રહીને માછીમારી કરવી. તેમજ પ્રતિબંધીત દરીયાઈ વિસ્તાર, રીફાઈનરી નજીક માછીમારી કરવા પ્રવેશ કરવો નહી
તથા કોઈપણ સંજોગોમાં આઈ.એમ.બી.એલ. ક્રોસ કરવી નહી.

11. અન્ય માછીમારી બોટોને પણ ‘નો ફીશીંગ ઝોન’ થી દર માછીમારી કરવા સૂચના આપવી. તથા જો કોઈ માછીમારી બોટ ‘નો ફીશીંગ ઝોન’ માં ફીશીંગ કરતી જણાય તો તાત્કાલીક ભારતીય કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અપવા અત્રેની કચેરીને આ અંગેની જાણ કરવી.

12. જયારે પણ ભારતીય ફીશરીઝ/ કોસ્ટગાર્ડ/ મરીન પોલીસ / નેવીના અધિકારીઓ દ્વારા બોટનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે અથવા દસ્તાવેજો
ચકાસવા માંગવામાં આવે ત્યારે તેમને પુરતો સહયોગ આપવો.

13. માછીમારોએ કોઈ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃતી કરતા વ્યકિત અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી કોઈપણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાશીલ બોટ/વસ્તુ/વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન, કોસ્ટગાર્ડ, નેવી, સુરક્ષા એજન્સીને જાણ કરવી.

14. માછીમારો, માછીમાર આગેવાનો, નાત પટેલો, બોટ એસોશીએશન, બોટ માલિકોએ સંકટ સમયે કોસ્ટગાર્ડનો ટોલ ફ્રી નંબર 1093નો ઉપયોગ કરવો

15. ફીશીંગ દરમીયાન વી.એચ.નંફ ની 16 નંબરની ચેનલનો બિનજરૂરી ઉપયોગ કરવો નહી.