ખંભાળિયા નજીક પીધેલી હાલતમાં ટ્રકચાલક ઝડપાયો

 

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે 16 કિલોમીટર દૂર દેવળીયા ગામના પાટિયા પાસેથી રાત્રિના અઢી વાગ્યાના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર નીકળેલા જી.જે. 03 બી.વી. 1429 નંબરના ટ્રક ચાલક એવા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ ખાતે રહેતા હરિશ્ચંદ્રસિંહ સરદારસિંહ જાડેજા નામના 32 વર્ષીય શખ્સને પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.