ભાણવડ નજીક બે મોટરકાર વચ્ચે ટક્કર: મુસાફરો ઘવાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડથી ખંભાળિયા તરફ જતી ગોળાઈ પાસે જી.જે. 10 બી.આર. 7673 નંબરની સ્વિફ્ટ મોટરકારમાં જઈ રહેલા ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના રહીશ ગોવાભાઈ વિક્રમભાઈ કરમુરની કાર સાથે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 01 જે.ડી. 5561 નંબરની ટાટા કંપનીની મોટરકાર ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સ્વીફ્ટ કારમાં જઈ રહેલા ગોવાભાઈ કરમુરને નાની નાની ઈજાઓ તેમજ તેમના પુત્ર ઉપરાંત તેમના ભત્રીજાને ફેક્ચર સહિતની ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ગોવાભાઈ વિક્રમભાઈ કરમુરની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ટાટા કંપનીની કારના ચાલક મયુરસિંહ સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.