દ્વારકામાં રવિવારે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

શેલ્બી હોસ્પિટલ અને ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

દ્વારકા : દ્વારકામાં રવિવારે શેલ્બી હોસ્પિટલ અને ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ અને ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાવલ દ્વારા તારીખ 24/04/2022ના સવારે 10 વાગ્યાથી બોપરે 1 વાગ્યા સુધી સ્વામિનારાયણ મંદિર, દ્વારકા ખાતે ઘૂંટણ, હાડકાં, સાંધા અને કરોડરજ્જુને લગતી સમસ્યાઓમાં સચોટ નિદાન માટે નિઃશુલ્ક તપાસ શિબિર યોજાનાર છે.

કેમ્પમાં ડો. નીતિન બુદ્ધદેવ, ડો. એન.એમ. સોરેન અને ડો. સુયશ ગુપ્તા (ઘૂંટણ અને સાંધાના નિષ્ણાત, ઘૂંટણમાં અસહ્ય પીડા થવી, ચાલવામાં તકલીફ, પગથિયાં ચઢવા-ઉતરવામાં મુશ્કેલી, વાની સમસ્યા, ઘૂંટણ, થાપા અને સાંધા સંબંધિત જટિલ સમસ્યાઓ, ડો. પરેશ ગામરા, ટ્રૉમા સર્જન (વાહન અકસ્માતમાં થતી હાડકાની ઈજાઓ, સ્નાયુના દુ:ખાવા, હાડકાના ઓપરેશન પછીની કોઈ તકલીફ), ડો. ભાવિક પટેલ (કરોડરજ્જુને લગતી તકલીફોના નિષ્ણાત, કમરનો કે ગરદનનો દુઃખાવો, કમરની ગાદી ખસી જવી, સાઇટિકા, નસનું દબાણ, મણકાનો ઘસારો) દ્વારા સારવાર આપવામાં આવશે.

વધુ વિગત માટે વિનુભાઈ ગોકાણી 94272 59108, અશ્વિનભાઈ ગોકાણી 91043 03528 અને નિલેશભાઈ કાનાણી 94262 60171નો સંપર્ક કરી શકાશે.