ખંભાળિયા – મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના સલાયા ફાટક પાસેથી પોલીસે બેરાજા ગામના રહીશ સતવારા જમન નારણ સોનગરા નામના 41 વર્ષના યુવાનને જી.જે. 10 ટી.વી. 4572 નંબરના છકડા રિક્ષા ચલાવતા ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે આરંભડા ખાતે રહેતા બુધુભા અભુભા માણેક નામના 38 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને રૂ. વીસ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.