દ્વારકા જિલ્લામાં કેફી પીણું પીધેલી હાલતમાં નિકળેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકામાં આવેલી લીંબડી ચેકપોસ્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રાત્રીના સાડા ત્રણ વાગ્યે મોટરકાર લઈને નિકળેલા દ્વારકાના રહીશ એવા નીરજ અનિલભાઈ રાયમંગિયા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

જ્યારે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામના વાડી વિસ્તારમાં રહેતા વિંઝા રાજા મોઢવાડિયા નામના 22 વર્ષના યુવાનને રૂપિયા 30,000 ની કિંમતની જી.જે. 37 ડી. 7448 નંબરની મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.