ઓખા અને કલ્યાણપુરમાં રખડતા ભટકતા શખ્સો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ઓખામાં પેસેન્જર જેટી પાસેથી પોલીસે દિવ્યેશ રાજેશભાઈ બારીયા નામના 26 વર્ષના યુવાનને દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા સાગર કરમણ વરમલ નામના 24 વર્ષના ગઢવી શખ્સ તથા વાડી વિસ્તારમાં રહેતા કાના નથુ ભોચી યા નામના 19 વર્ષના આહીર યુવાનનો પોલીસે ભાટીયા બાયપાસ પાસેથી મોડી રાત્રીના સમયે શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, આ શખ્સો સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.