ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સ્‍પર્ધાના વિજેતા ખેલાડીઓ માટે બેટરી ટેસ્‍ટ યોજાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્‍લા કક્ષા સ્‍પોર્ટસ સ્‍કુલ (ડી.એલ.એસ.એસ.) યોજના અંતર્ગત ખેલ મકાકુંભમાંથી તાલુકા કક્ષાની અંડર-૧૧ વયજુથના ખેલાડીઓ એથલેન્‍ટીકસ સ્‍પર્ધાની સ્‍ટેન્‍ડિંગ બ્રોડ જમ્‍પ, 50 મીટર દોડ ઇવેન્‍ટમાંથી તાલુકા કક્ષાએ પ્રથમ 1 થી 8 ક્રમ મેળવનાર ખેલાડી બહેનો માટે જિલ્‍લા કક્ષાની બેટરી ટેસ્‍ટ તા.29 એપ્રિલ અને ભાઇઓ માટે તા.30 એપ્રિલના રોજ ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારે સાત વાગ્યે યોજાશે. જેથી એથ્‍લેટીકસ સ્‍પર્ધાની સ્‍ટેન્‍ડીંગ બ્રોડ જમ્‍પ અને 50 મીટર દોડ ઇવેન્‍ટમાંથી તાલુકા કક્ષાએ 1 થી 8 ક્રમ મેળવનાર ખેલાડીઓએ ઉપરોક્ત સ્‍થળ અને સમયે કે.એમ.કે. આઈ-ડી સ્‍લીપ, આધારકાર્ડની ઝેરોક્ષ તથા પાસપોર્ટસાઇઝના ફોટોગ્રાફસ-૨ સાથે હાજર રહેવા જિલ્લાના સીનીયર કોચની યાદીમાં જણાવાયું છે.