ભાણવડમાં વિદ્યાર્થીનીને અડફેટે લઇ, બોલેરો ચાલક ફરાર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના રાણપર ગામના વાડી વિસ્તારમાં રહેતા રામભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 31 વર્ષના મેર યુવાનની પુત્રી આરતીબેન રાણપર ગામની પ્રાથમિક શાળામાં પરીક્ષા આપીને સ્કૂલની વેનમાંથી ઉતરીને એક તરફ ઊભી હતી, ત્યારે નાગકા તરફથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવતા જી.જે. 25 જે. 9097 નંબરના બોલેરો વાહનના ચાલકે આરતીને અડફેટે લેતા તેને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અકસ્માત સર્જી, આરોપી બોલેરો નાસી છુટયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે રામભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.