વડગામના ધારાસભ્યની ધરપકડના દ્વારકા જિલ્લામાં પડઘા

ભાણવડમાં અનુસૂચિત જાતિ દ્વારા ધરપકડના વિરોધમાં મામલતદારને આવેદન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં અનુસૂચિત જાતિ દ્વારા વડગામના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

વડગામમાં ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી જીજ્ઞેશભાઈ મેવાણીની આસામ પોલીસે કરેલી ગેરકાયદે ધરપકડનો ઠેર-ઠેર દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાણવડ તાલુકાનાં દલિત સમાજમાં આક્રોશ સાથે ભાણવડ તાલુકા દલિત સમાજે આવેદનપત્ર ભાણવડ મામલતદારને આપ્યું હતું. જેમાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની ગેરકાયદે ધરપકડને વખોડી તાકીદે છોડી મુકવા અપીલ કરી છે. તેમજ આવેદનપત્ર આપતી વેળાએ દલિત અગ્રણી ગિરધરભાઈ વાઘેલા સહિતના દલિત સમાજના લોકો જોડાયા છે.