ઓખા ખાતે તાલુકા હેલ્થ મેળો યોજાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે દ્વારકા તાલુકાના હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારકા તાલુકાના ઓખા ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આયુષ્માન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ચોથી વર્ષગાંઠ નિમિત્તે બ્લોક હેલ્થ મેળામાં ૮૦૦ જેટલા લાભાર્થીઓની જુદી જુદી આરોગ્ય તપાસ કરવામાં આવેલ હતી. આ મેળામાં સામાન્ય રોગ, સગર્ભા તપાસ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, લોહીની તપાસ, આયુર્વેદિક દવાઓ, મેલેરિયા, ટી.બી., માનસિક રોગ વગેરે યોજનાકીય સ્ટોલ રાખવામાં આવેલ હતા.

આયુષ્માન ભારત હેઠળ કુલ ૫૮ લાભાર્થીના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવેલ હતા. તેમજ કાર્યક્રમમાં તાલુકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખ વી. ડી. મોરી, જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજા, આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે અગ્રણીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુતરીયા તેમજ દ્વારકા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે.

આ તકે ઇન્ચાર્જ ડૉ. તિવારી, બ્લોક હેલ્થ ઓફીસર દ્વારકા તેમજ દ્વારકા તાલુકાનાં આરોગ્યના તમામ સ્ટાફ એ જેહમત ઉઠાવી હતી અને આ તકે વિવિધ રોગોનાં નિષ્ણાતો દ્વારા આરોગ્યની સેવા પૂરી પાડેલ હતી. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપેલ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓને કાર્ડ રીન્યુ તેમજ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરેલ હતી.