દ્વારકામાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા આ બે શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકામાં રહેતા સમીર સાલેમામદ કરાર અને દામા છગનભાઈ નકુમ નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે જૂની નગરપાલિકા કચેરી પાસેથી મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ કરી અને આઇ.પી.એલ.ની લાઇવ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો ખેલતા મોબાઈલ, રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.