પૈસાની લેતી-દેતી બાબતે દ્વારકાના યુવાન સાથે માથાકૂટ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સોમભા નાગાજણભા કેર નામના 38 વર્ષના યુવાન મચ્છીનો વેપાર કરતા હોય, રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઈકબાલ જુમા ભેસલીયા નામના શખ્સે સોમભા કેરને મચ્છી આપી હતી. જેના પૈસાની લેતી-દેતી બાબતે ઉશ્કેરાઈ ગયેલા ઈકબાલ જુમા ભેસલીયાએ ફરિયાદી સોમભાને મોબાઈલ ફોનમાં બીભત્સ ગાળો કાઢી, “તેને જોઈ લઈશ”- તે પ્રકારની ગર્ભિત ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 504 તથા 507 મુજબ ગુનો નોંધ્યો છે.