વડત્રામાં લોખંડના પાઇપ વડે હુમલો કરતા શખ્સ સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ભૂપતસંગ લધુભા જાડેજા નામના 72 વર્ષીય ગરાસીયા વૃદ્ધની વાડીમાં આવી, આ જ ગામના પ્રવિણસિંહ ભૂપતસંગ જાડેજા નામના શખ્સે બોલાચાલી કરી અને તેમને બિભત્સ ગાળો કાઢી તેમની સાથે રહેલા સાહેદ દિવ્યરાજસિંહ તથા સાહેદ પ્રભાતબાને લોખંડના પાઇપ વડે બેફામ માર મારતા તેઓના ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભુપતસંગ જાડેજાની ફરિયાદ પરથી પ્રવિણસિંહ જાડેજા સામે આઈ.પી.સી. કલમ 324, 323 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.