ખંભાળિયામાં જુગારની મોજ માણતા આઠ ઝડપાયા : 1.79 લાખનો મુદ્દામાલ કબજે

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સાથે સામે કડક હાથે કામગીરી કરવા અંગે જિલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત અહીંના ઇન્ચાર્જ પી.આઈ. જે.કે. ડાંગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ગઇકાલે રવિવારે અહીંના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા અત્રે લુહારશાળ વિસ્તારમાં રહેતા મનસુખલાલ પોપટલાલ થોભાણી નામના એક આસામીના રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડી, આ સ્થળે ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા મનસુખ પોપટલાલ થોભાણી, વિનોદ કુરજીભાઈ વિઠલાણી, મહેન્દ્ર વીરચંદભાઈ મહેતા, હસમુખ લાભુભાઈ વિઠલાણી, હરદાસ નાથાભાઈ વારોતરીયા, સંજય રમણીકભાઈ, ગોવિંદ વશરામભાઈ ચોપડા અને રસિકલાલ હરિદાસભાઈ ભાયાણી નામના આઠ શખ્સોને દબોચી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 82,000 રોકડા, રૂપિયા 17 હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 80 હજારની કિંમતની ત્રણ નંગ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1.79 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહી અહીંના પી.આઈ. જે.કે. ડાંગર, પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા, કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.