ખંભાળિયા પંથકમાં ચઢતા પહોરે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં આજે સવારે ધુમ્મસભર્યો માહોલ છવાયો હતો. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં સોમવારે ચઢતા પહોરે વાતાવરણમાં ઝાકળ ઉતરી આવી હતી. આ ગાઢ ધુમ્મસના કારણે ખાસ કરીને વાહન ચાલકોને હાલાકી અનુભવી હતી. આજે સવારથી લોકોએ નોંધપાત્ર ગરમી સાથે બફારાનો અનુભવ પણ કર્યો હતો.