વાડીનારમાં જુગાર રમતાં ત્રણ શખસો ઝડપાયા: એક ફરાર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે બાવળની ઝાડીમાં બેસીને ગત સાંજે જુગાર રમી રહેલા સાજીદ હુશેન સુંભણીયા, જુસબ હુશેન સુંભણીયા અને હુશેન હારુન ભગાડ નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 2,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન વાડીનારનો અયુબ ઓસમાણ ભાયા અને ભરાણા ગામનો મુસ્તાક કાસમ સંધીભટ્ટી નામના બે શખ્સો ફરાર થઇ ગયા હોવાનું જાહેર થયું છે. વાડીનાર મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.