દ્વારકાના DySP સમીર શારડાનો આજે જન્મદિવસ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ડીવાય.એસ.પી. તથા જગતમંદિરના સુરક્ષા વિભાગના ડીવાય.એસ.પી. એવા મિલનસાર સ્વભાવ ધરાવતા સમીર શારડાનો આજે જન્મદિવસ છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના હોનહાર ડીવાય.એસ.પી. સમીર શારડા પોતાની કારકીર્દી દરમ્યાન અનેક ગુન્હાના ડીટેકશન અને કોરોનાકાળમાં સારી એવી કામગીરી ઉપરાંત લોકજાગૃતીના અભિયાન સાથે તેઓ સુપેરે કામગીરી બજાવી રહયા છે.

દ્વારકા જિલ્લાના ડીવાય.એસ.પી. સમીર શારડાએ પોતાની કારકીર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી અને સૌ પ્રથમ સત્યસાંઇ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને એ પછી 1999થી 2001 દરમ્યાન તેઓ પોલીસ વેભાગમાં આવ્યા હતા. પ્રથમ કચ્છ રેલ્વેમાં પી.એસ.આઇ. તરીકે જોડાયા બાદ 2012માં રેલ્વે એલસીબીમાં સારી કામગીરી કરી હતી. 2014માં દ્વારકા પી.આઇ. તરીકે તેઓને પ્રમોશન આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે 2015માં પીઆઇ તરીકે જોડાયા હતા. એ પછી જામનગર સીટી બી ડીવીઝનના પીઆઇ તરીકે સારી કમગીરી બજાવીને અનેક ગુન્હાના ભેદ ઉકેલવામાં મુખ્ય ભુમીકા ભજીવી હતી. અહીં તેમનો સમયગાળો બે વર્ષ જેટલો રહયો હતો.

ડીવાયએસપી તરીકે રહીને દ્વારકા એસટીએસસી સેલમાં તેઓની નિમણુંક થઇ હતી. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે ઠેર-ઠેરથી તેમના મોબાઇલ નં. 98250 76277 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.