આરંભડા નેતરનાં પુલ પાસે દરિયાઈ પાણીમાંથી 39 કાટિઁઝ ઝડપાઈ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકાના આરંભડા નેતરનાં પુલ પાસે દરિયાઈ પાણીમાંથી 39 કાટિઁઝ પકડાઈ છે.

S.O.G. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ દ્વારકાનાં આરંભડા પાસેનાં નેતરનાં પુલ પાસેનાં દરિયાઈ છીછરા પાણીમાંથી બિનવારસુ 39 કાટિઁઝ શોધી કાઢેલ છે. S.O.G નાં અશોક સવાણીને બાતમી મળતા આ કાટિઁઝ મળી આવી હતી. હાલમાં કાટિઁઝ મીઠાપુર પોલીસને સોંપેલ છે. જયાં મીઠાપુર પોલીસે આગળની કાયૅવાહી હાથ ધરેલ છે.