ખંભાળિયામાં મુસ્લિમ અગ્રણી દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયું

મોટી સંખ્યામાં આગેવાનો – મુસ્લિમ બિરાદરો જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મુસ્લિમોના પવિત્ર તેહવાર રમઝાન દરમિયાન ખંભાળિયાના ભગાડ પરિવાર દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ – મુસ્લિમનું એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું.

ખંભાળિયામાં ચાર રસ્તા વિસ્તારમાં યોજવામાં આવેલી આ ઈફ્તાર પાર્ટીમાં સ્થાનિક આગેવાનો સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પણ આ ઈફ્તાર પાર્ટીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ભગવતી મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં જાણીતા યુવા કાર્યકર મોહમદહુશેન ઈસ્માઈલ ભગાડ ઉર્ફે મમુ ભગાડ પરિવાર દ્વારા રમઝાન તહેવાર નિમિતે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયુ હતું. જેમાં મુસ્લિમ સમાજના લોકો સાથે હિન્દુ ભાઈઓ પણ આ ઈફતાર પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા લઘુમતી સેલના મહામંત્રી હનીફભાઈ ઉઢા, જિલ્લા લઘુમતી પ્રમુખ હાજી ઉસમાન, ઓખા નગર પાલિકા સદસ્ય અજીતબાપુ બુખારી, ઓખા શહેર ભાજપ ઉપ પ્રમુખ ઇકબાલભાઈ, શહેરના દેસુર ધમા, ઈમ્તિયાઝખાન પઠાણ, નુરમામદ પરિયાણી, ખંભાળિયાના મુસ્લિમ સમાજના અગ્રણી હુસેનભાઈ ભોકલ, રહીમભાઈ ચાકી વિગેરેની ઉપસ્થિતિમાં મોહમદહુશેન ઈસ્માઈલ ભગાડ ઉર્ફે મમુભાઈને ભાજપ જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી અને જિલ્લા લઘુમતી મહામંત્રી હનીફભાઈ ઉઢા દ્વારા ભાજપનો ખેસ પહેરાવીને ભાજપ જિલ્લા લઘુમતિ ઉપપ્રમુખનો હોદ્દો આપી, ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ ઇફતાર પાર્ટીમા મોટી સંખ્યામાં હિન્દુભાઈઓ પણ જોડાતા હિન્દુ- મુસ્લિમ એકતાના દર્શન થયા હતા.