ખંભાળિયા નજીક બે મોટરકાર વચ્ચે ટક્કર: કારમાં નુકસાન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક દ્વારકા હાઈ-વે પર રિલાયન્સ સર્કલ પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલી જી.જે. 10 બી.આર. 7429 નંબરની આઈ.- ટેન કારના ચાલકે આ માર્ગ પરથી જઈ રહેલા જી.જે. 01 કે.એસ. 9021 નંબરની સામોર ગામના પુંજાભાઈ પાલાભાઈ વારોતરીયા (ઉ.વ. 48) નામના એક આસામીની કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા બંને મોટરકારમાં નુકસાની થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે પુંજાભાઈ વારોતરીયાની ફરીયાદ પરથી આઈ-10 કાર નંબર 7429ના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.