સાની યોજનાનું કામ તાકીદે પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરતા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાની જીવાદોરી સમાન સાની યોજનાનું કામ તાકીદે પૂર્ણ કરવા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે.

જામ કલ્યાણપુર તાલુકાની જીવાદોરી સમાન ગણાતી સાની યોજનાનુ કામ યુદ્ધના ધોરણે પુરૂ કરવાની ખેડૂતોની માંગણી સંદર્ભે દ્વારકા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની આગેવાની હેઠળ ગઈકાલે તા. 25ના રોજ તાલુકાનુ ડેલીગેશન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી રજુઆત કરી મુખ્યમંત્રીએ આ પ્રશ્ન સાભળી અગ્રતા ક્રમે ઉકેલવાની ખાતરી આપી છે તેમજ આજે તા.26 ના રોજ લગત અઘિકારીઓ તેમજ હોદેદારોની રૂબરૂ મીટીંગ બોલાવવા આદેશ કર્યો છે.

આ ડેલીગેશનમા તાલુકા પંચાયત પ્રમુખ હાજર હતા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી. એલ. અને ધારણાતભાઈ ચાવડા તેમજ ભાજપ આગેવાન ટપુભાઈ સોનગરા અને વિક્રમભાઈ બેલા તથા સરપંચો હરભમભાઈ ઓડેદરા, મેરામણભાઈ ગોરાણીયા અને જેસાભાઈ અમર, અરજણભાઇ કારાવદરા, રણજીત કારાવદરા વગેરે હાજર રહ્યા હતા.