દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણકાળ પૂરો કરેલા વિદ્યાસહાયકોને આદેશોનું વિતરણ કરાયું

142 શિક્ષકોને કાયમીના આદેશ જારી કરાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકેલા વિદ્યાસહાયકોને પૂરા પગાર અંગેના આદેશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરની ખાસ ઉપસ્થિતિમાં જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાના 142 વિદ્યાસહાયક શિક્ષકોને તેઓની ફરજનો પ્રથમ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓને કાયમી શિક્ષકો તરીકે પુરા પગારના આદેશ આપતા હુકમ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ શૈક્ષણિક કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે રાજ્ય કક્ષાએથી પણ બાયસેગ અને યુ ટ્યુબ ના માધ્યમથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ આદેશો મળતાં તમામ 142 વિદ્યાસહાયક શિક્ષકોએ રાહત સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.