મીઠાપુરમાં ટાટાકેમ ડી.એ.વી. પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં આવેલ ટાટાકેમ ડી.એ.વી. પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મીઠાપુરના ટાટાકેમ ડી.એ.વી. પબ્લિક સ્કૂલના પ્રાંગણમાં તારીખ 24ના રોજ વાર્ષિક પુરસ્કાર વિતરણ 2021-’22 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય આર.કે શર્મા તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનોરંજક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના વિશેષ વિશેષ ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ એન. કામત તથા અન્ય વી.આઈ.પી.ઓ.ના હસ્તે શાળાના શૈક્ષણિક ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સી.બી.એસ.ઈ. બોર્ડ પરીક્ષામાં સર્વોચ્ય ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. કે જેથી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે.

મનોરંજન કાર્યક્રમ અંતર્ગત KGના ભૂલકાઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા નાટક શાર્ક ટેન્ક, ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા વેસ્ટર્ન ડાન્સ અને ગ્રુપ ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંગીત તાલીમ લેતા વિદ્યાર્થીઓ દ્વારા રાગ બીહું ઉપર આધારિત અત્યંત રોચક બેન્ડ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ધો. 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ દ્વારા એક સુંદર ગ્રુપ ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આભાર વિધિ તથા સામુહિક રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.