ઓખામંડળ વૈષ્ણવ સાધુ સમાજનાં પ્રમુખની બિનહરિફ વરણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ વૈષ્ણવ સાધુ સમાજનાં પ્રમુખ તરીકે અનિતાબેન કાપડીની બિનહરિફ વરણી કરાઈ છે. ત્યારે સમાજનાં મોભી, આગેવાનો અને ભાજપનાં નેતા, કાર્યકરોએ અનિતાબેનને શુભેચ્છાઓ આપી છે.

ઓખામંડળ વૈષ્ણવ સાધુ સમાજનાં આગેવાનોની એક મિટીંગનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આ મિટીંગમાં સમાજનાં સર્વાંગી વિકાસ, શિક્ષણ અને અન્ય બાબતોની ચર્ચા કરવામા આવી હતી.
સમાજને એક તાંતણે બાંધી રાખે અને સમાજનાં નાના-મોટા દરેક પરિવારોને હંમેશા સહાયક નિવડે તેવા વ્યકતિને પ્રમુખ તરીકે નિમવાની કવાયત હાથ ધરાઈ હતી.

સમાજનાં તમામ આગેવાનોની ચર્ચા બાદ સુરજકરાડીમાં રહેતા અને ભાજપમાં તાલુકા મહિલા મોરચાનાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા અનિતાબેન કાપડીની સવૉનુમતે બિનહરિફ વરણી કરાઈ હતી.
અનિતાબેન પોતાના સમાજ, ભાજપ ઉપરાંત અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.
પ્રમુખ થવા બદલ તેમને ચારેકોરથી અભિનંદન અપાયા હતા.