મીઠાપુરમાં વિદેશી દારૂ સાથે જામનગરનો શખ્સ ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર નજીક આવેલા હાઈ-વે માર્ગ ભીમરાણા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી જી.જે. 10 ડી.ઈ. 4384 નંબરની એક અલ્ટો મોટરકારને અટકાવી, પોલીસે ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી રમની ચાર બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા સોળસોની કિંમતના પરપ્રાંતિય શરાબ, રૂપિયા અઢી લાખની કિંમતની મોટરકાર અને રૂપિયા ચાર હજારની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,55,600 ના મુદ્દામાલ સાથે જામનગર લાલવાડી વિસ્તારમાં રહેતા ભીખુભા બળવંતસિંહ ચૌહાણ નામના 42 વર્ષના ગરાસીયા શખ્સની અટકાયત કરી, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.