ખંભાળીયાની અગસ્‍ત્‍ય ઇન્‍ટરનેશનલ સ્‍કુલ ખાતે દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલમહાકુંભ યોજાશે

તા. ૦૧થી ૦૩ મે દરમ્‍યાન આયોજન

(રિશી રૂપારેલિયા,કુંજન રાડિયા) દ્વારકા : ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧મો ખેલમહાકુંભ-૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પે–ખેલમહાકુંભનું પણ આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તા.૦૧-૦૫-૨૦૨૨ BLIND, DEAF કેટેગરી માટે, તા.૦૨-૦૫-૨૦૨૨ ના O.H. કેટેગરી તા.૦૩-૦૫-૨૦૨૨ ના M.R. કેટેગરી માટે અગસ્‍ત્‍ય ઇન્‍ટરનેશનલ સ્‍કુલ ખંભાળીયા ખાતે દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પે. ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે જિલ્‍લા રમત ગમત કચેરીના ફોન નં.૯૯૦૯૧૮૦૦૫૭ પર સંપર્ક કરવા રમત ગમત અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.