ભાણવડ પંથકમાં બે સ્થળોએ જુગાર દરોડામાં તેર શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડથી આશરે 15 કી.મી. દૂર શિવા ગામ તરફ જતા માર્ગે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા નારણ લાખા કનારા, ગૌતમ નાથા નંદાણીયા, મુકુંદ પીઠા કનારા, ભોજા દેવારખી કનારા અને રાજેશ ઉર્ફે રાજુ હમીર માળીયા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,670 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે ટેલિફોન એક્સચેન્જ સામે જુગાર દરોડો પાડી, બાલા કાદુ હિંગોરા, ભોભા કાદુ હિંગોરા, દિનેશ કાદુ હિંગોરા, બાલા દેવા રાઠોડ, હમીર રત્ના પરમાર, દાઉદ રહેમતુલા હિંગોરા કારુ નાથા રાઠોડ અને બચુ બહાદુર હિંગોરા નામના છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 4,150/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.