ખંભાળિયામાં તેલી નદી પર પૂર નિયંત્રણ દિવાલનું થશે નિર્માણ

રૂ. 37 લાખના ખર્ચે દિવાલના કામને મંજૂરી

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસે આવેલા સુખનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી તેલી નદીમાં ચોમાસાની ઋતુમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિમાં ક્યારેક રસ્તો બંધ થવા સાથે લોકોને પરેશાની થતી હોવાથી આ અંગે નગરપાલિકાની સામાન્ય સભામાં સ્થાનિક સદસ્યોની રજૂઆત પરથી તેલી નદીના પુલ પર પૂર સંરક્ષણ દિવાલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આના અનુસંધાને આ પુલ પર રૂ. 37 લાખના ખર્ચે પૂર નિયંત્રણ દિવાલના કામને મંજૂરી મળતા આ કામ નજીકના ભવિષ્યમાં શરૂ થનાર છે. આ પૂર નિયંત્રણ દીવાલનું નિર્માણ થતા સ્થાનિક લોકોને કાયમી રાહત થશે.