જામકલ્યાણપુરમાં જરૂરિયાતમંદોના લાભાર્થે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર ખાતે ગરીબ દર્દીઓના લાભાર્થે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર મથકમાં જામ કલ્યાણપુર ગામ સમસ્ત અને વનઈલેવન ગ્રુપ દ્વારા તાલુકાના ગરીબ દર્દીઓના લાભાર્થે રાત્રીપ્રકાશ ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022નું તા. 01/05/2022થી આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્થળ કબીરનગર ક્રિકેટ ગ્રાઉન્ડ છે. જેમાં તાલુકાની અને તાલુકા બહારની ટીમો જોડાઈ શકે છે. વધુ માહિતી માટે દીપકભાઈ કરમુર મો. 88666 67339, કરીમભાઈ બ્લોચ 85302 22595 અને નિકુંજ ગોકાણી 97236 37749નો સંપર્ક કરી શકાશે.