ખંભાળિયા સહિત જિલ્લામાં કેફી પીણું પીધેલી હાલતમાં ચાર વાહન ચાલકો ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં સ્થાનિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં જી.જે. 05 જી.ડી. 6877 નંબરના પેશન મોટર સાયકલ પર નિકળેલા મોટી ખોખરી ગામના પ્રવીણ કરશન કરમુર નામના 32 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો.

જ્યારે મીઠાપુર તાબેના ભીમરાણા નજીકના પેટ્રોલ પંપ પાસેથી પોલીસે રૂપિયા 10 હજારની કિંમતનું બજાજ કંપનીનું મોટરસાયકલ લઇને પીધેલી હાલતમાં નીકળેલા વિજય જયંતીલાલ વાઘેલા નામના 24 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. આ ઉપરાંત આરંભડા ગામના દિનેશ વેલુભા હાથલ નામના 19 વર્ષના શખ્સને રૂપિયા વીસ હજારની કિંમતના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પરથી પોલીસે પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

કલ્યાણપુર નજીકના ભાટિયા બાયપાસ પાસેથી પોલીસે મૂળ ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામના રહીશ ઘેલુ વેજાણંદ ભાટિયા નામના 44 વર્ષના શખ્સને મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, આ શખ્સો સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.