કલ્યાણપુરા મેવાસા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુરથી આશરે 37 કિલોમીટર દૂર મેવાસા ગામની પીરવાળી સીમ ખાતે સ્થાનિક પોલીસે ગત મોડી સાંજે જુગાર દરોડો પાડયો હતો. આ સ્થળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ડાડુ અરજન વરવારીયા, પાલા ભીખા ગાધેર, ખીમા અરજણ ગાધેર, અને સુમાત જેઠા ગાઘેર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 55,470 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.