દ્વારકામાં બે વર્લીભક્ત ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા તાબેના બરડીયા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, વરલી મટકાના આંકડા વડે પૈસાની હાર-જીતની કરતા નકિયાભા કારાભા બઠીયા અને રાજુ કારૂ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 11,410 નો મુદ્દામાલ કબ્જે લઈ, વર્લીનું સાહિત્ય પણ કબજે કર્યું છે.