સ્પેશયલ ખેલ મહાકુંભની લાંબી કૂદ સ્પર્ધામાં જામજોધપુરની વિદ્યાર્થીની વિજેતા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : જામનગરમાં માનસિક દિવ્યાંગો માટે જિલ્લા ક્ક્ષાના સ્પેશયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામજોધપુરની દિવ્યાંગ વિદ્યાર્થીની લાંબી કૂદ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી વિજેતા બની હતી.

ગુજરાત સરકાર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જીલ્લા રમતગમત અધિકારી કચેરી જામનગર દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ વ્યક્તિઓ માટે જિલ્લા ક્ક્ષાના સ્પેશયલ ખેલ મહાકુંભ-૨૦૨૨નું આયોજન ધન્વતરી ગ્રાઉન્ડ, જામનગર ખાતે તા. 29/04/2022ના કરવામાં આવેલ હતું. જેમાં નગરપંચાયત કન્યા વિદ્યાલય જામજોધપુરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મકવાણા મિત્તલ રમેશભાઈએ જીલ્લા કક્ષાએ લાંબી કૂદ સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા 5000/- રૂપિયાનું ઇનામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.

વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અંતર્ગત કાર્ય કરતા આઈ.ઈ.ડી.એસ.એસ.નાં વિશિષ્ટ શિક્ષક બદિયાણી દિપશીખાબેન અને સ્પેશિયલ એજ્યુકેટર મુકેશભાઈ દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ હતું.

આ તકે જામનગર જિલ્લા આઇ.ઇ.ડી. કો-ઓર્ડીનેટર, જામજોધપુર બ્લોક કો-ઓર્ડીનેટર, સી.આર.સી. કો-ઓર્ડીનેટર તેમજ આચાર્ય દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીનીને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરે અને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.