રાવલ ગામમાં રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા છાશનું વિનામુલ્યે વિતરણ શરુ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા છાશનું વિનામુલ્યે વિતરણ શરુ કરવામાં આવ્યું છે.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આકરા ઉનાળામાં રામકૃપા અન્નક્ષેત્રના નામથી વિનામુલ્યે છાશ વિતરણ શરુ કરાયું છે. જેમાં ૨૫૦ જેટલા નાના-મોટા લોકોએ લાભ લીધેલ છે.

આ સેવા સમગ્ર ઉનાળા દરમ્યાન ચાલુ રહેશે. તેમ હિતેશ પ્રવીણચંદ્ર કોટેચા દ્વારા જણાવાયું છે. જેમાં મુખ્ય સંચાલક તરીકે અંકિતભાઈ કોટેચા છે. અને છાશ વિતરણમાં સહભાગી બનનાર નિર્મલાબેન પ્રવીણચંદ્ર કોટેચા તથા ગીતાબહેન કોટેચા સેવા બજાવી રહ્યા છે.