દ્વારકા જિલ્લામાં વિવિધ મત્સ્ય કેન્દ્રો પર કિસાન ક્રેડીટ કાર્ડની નોંધણી કરાવવા કેમ્પનું આયોજન

દ્વારકા : દેવભૂમી દ્વારકા જિલ્લાના વિવિધ મત્સ્ય કેન્દ્રો પર કિસાન ક્રેડીટ કાર્ડની નોંધણી કરાવી અરજીઓ મેળવવા હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમી દ્વારકા જિલ્લાના વિવિધ મત્સ્ય કેન્દ્રો ખાતે માછીમારીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તમામ માછીમારોને કિસાન ટ્રેડીટ કાર્ડનો લાભ મળી રહે તે માટે આ સમયગાળામાં કચેરી કાર્યક્ષેત્રના વિવિધ મત્સ્ય કેન્દ્રો પર કિસાન ક્રેડીટ કાર્ડ અંગેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે ધ્યાને લઈ તમામ માછીમાર બોટ માલિકો, બોટના ખલાસીઓ, પગડીયા માછીમારો, જથ્થાબંધ માછલી વેચાણ કરતા વેપારીઓ, છુટક માછલી વેચાણ કરતા ભાઈઓ અને બહેનો કે જેઓ કિસાન ક્રેડીટ કાર્ડ (કે.સી.સી.) નો લાભ મેળવવાના ફોર્મ ભરવાના બાકી છે અને આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક હોય તેવા માછીમારો નીચે મુજબના ડોકયુમેન્ટસ લઈ સ્થળ પર આવી ફોર્મ ભરી કિસાન ક્રેડીટ કાર્ડ (કે.સી.સી.) પર લોનનો લાભ મેળવી શકે છે.

જેમાં મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરી, ઓખા તા. 29ના રોજ અને મદદનિશ મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરી, સલાયા ખાતે તા. 30ના રોજ કેમ્પ યોજાઈ ગયો છે. મત્સ્ય અધિકારીની કચેરી, રૂપેણ ખાતે તા. 2ના રોજ, ફીશરીઝ ગાર્ડની કચેરી, બેટ ખાતે તા. 4ના રોજ, ફીશરીઝ ગાર્ડની કચેરી, હર્ષદ ખાતે તા. 5ના રોજ, ફીશરીઝ ગાર્ડની કચેરી, નાવદ્રા ખાતે તા. 6ના રોજ, ફીશરીઝ ગાર્ડની કચેરી, ભોગાત તા. 7ના રોજ, ફીરસરીઝ ગાર્ડની કચેરી, ભરાણા ખાતે તા. 9ના રોજ, ફીશરીઝ ગાર્ડની કચેરી, વાડીનાર ખાતે તા. 10ના રોજ તેમજ ફીશરીઝ ગાર્ડની કચેરી, નાના આંબલા ખાતે તા. 11ના રોજ સવારે 10થી સાંજે 6 કલાક સુધી કેમ્પ યોજાશે.

જેથી, જિલ્લાના વધુમાં વધુ માછીમારોએ કેમ્પમાં હાજર રહી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા અંગેની અરજી રજૂ કરવા અનુરોધ કરવામાં આવેલ છે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે માછીમારો એ નિયત અરજી ફોર્મ ભરી નીચેની વિગતના નિયત પુરાવા જોડવાના રહેશે.

1. આધાર કાર્ડની નકલ
2. રાશન કાર્ડની નકલ
3. પાન કાર્ડની નકલ
4. બેંક પાસબુકની નકલ
5. ફોટોગ્રાફની નકલ
6. બોટ, દંગા, છુટક માછલી વેચાણ હાટ પગડીયા લાયસન્સની નકલ
7. મોબાઈલ નંબર જોડવાના રહેશે.

કેમ્પના સમયે જે તે મત્સ્ય કેન્દ્રના ફીશરીઝ ગાર્ડ એ ફરજીયાતપણે બીનચૂક હાજર રહેવાનું રહેશે. તેમ ઓખાના મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.