ઓખા અને મીઠાપુરના ભૂલકાંઓએ રોજા રાખી ખુદાની બંદગી કરી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા તાલુકાના ઓખા અને મીઠાપુરના બાળકોએ રોજા રાખી ખુદાની બંદગી કરી હતી.

રમજાનનાં પવિત્ર મહિનામાં મુસ્લીમ બિરાદરો રોજા રહીને બંદગી કરતા હોય છે. ત્યારે દ્વારકાનાં ઓખા અને મીઠાપુરમાં બાળકોએ પણ બળબળતા તાપમાં 14 કલાક પાણી વિના રહીને અલ્લાહની બંદગી કરી હતી. ઓખાનાં 6 વર્ષીય આતિફ રજા જાવેદ થૈમ અને મીઠાપુરના રેહાનાબેનના દીકરા મોહમ્મદ કૈફ અને ભત્રીજી રહેમતબાનુએ પણ રોજા રહીને બંદગી કરી હતી. આ બાળકોने વડીલોએ શુભેચ્છા પાઠવી હતી.